ATM કાર્ડ પર ફ્રીમાં મળે છે 5 લાખનો ઈશ્યોરન્સ! જાણી લો ક્લેમ કરવાના નવા નિયમો

લોકો પાસે જાણકારીના અભાવે, માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ આ વીમાનો દાવો કરી શકે છે. એક મોટું કારણ નાણાંકિય સાક્ષરતાનો અભાવ પણ છે. ગામડાના લોકોને છોડો, ભણેલા-ગણેલા શહેરી લોકો પણ ATM સાથે જોડાયેલા નિયમો અને શરતો પર ધ્યાન આપતા નથી. બેંકો પણ તેમના ગ્રાહકોને ATMથી મળતા વીમા વિશે જાણ કરતી નથી.

ATM કાર્ડ પર ફ્રીમાં મળે છે 5 લાખનો ઈશ્યોરન્સ! જાણી લો ક્લેમ કરવાના નવા નિયમો

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી જન-ધન યોજના અને રુપે કાર્ડને કારણે ATM હવે દરેકના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. આનાથી માત્ર રોકડ પરની નિર્ભરતા ઓછી થઈ નથી, પરંતુ નાણાં સુરક્ષિત અને વ્યવહારો પણ સરળ બન્યા છે. હવે જો તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તેના માટે મોટી રોકડ સાથે રાખવાની જરૂર નથી. એક નાનું ATM  કાર્ડ તમામ કામ કરે છે. આ ઉપરાંત, ATM કાર્ડ સાથે, કેટલાક એવા ફાયદા છે, જેના વિશે લોકો જાણતા નથી. માહિતીના અભાવે લોકો મફતમાં ઉપલબ્ધ જરૂરી સુવિધાઓનો ઉપયોગ કરવાથી વંચિત રહી જાય છે.

બેંકો પણ નથી આપતી ગ્રાહકોને માહિતી:
ATM કાર્ડ સાથે ઉપલબ્ધ સેવાઓમાં સૌથી મહત્વની છે મફત વીમો. હા. મફત વીમો.  બેંક ગ્રાહકને ATM કાર્ડ આપે છે તેની સાથે જ ગ્રાહકને અકસ્માત વીમો અથવા જીવન વીમો મળે છે. જો કે, આ વિશે માહિતીના અભાવે માત્ર થોડા લોકો જ આ વીમાનો દાવો કરી શકે છે. તેનું એક મોટું કારણ લોકોમાં નાણાકીય સાક્ષરતાનો અભાવ પણ છે. બેંકો પણ તેમના ગ્રાહકોને ATMથી મળતા વીમા વિશે જાણ કરતી નથી.

જો કોઈ વ્યક્તિ કોઈપણ રાષ્ટ્રીયકૃત અને બિન-રાષ્ટ્રીયકૃત બેંકના ATMનો ઓછામાં ઓછા 45 દિવસ સુધી ઉપયોગ કરે છે, તો તે ATM કાર્ડ સાથે આવતા વીમાનો દાવો કરવા માટે હકદાર બને છે. બેંકો ગ્રાહકોને વિવિધ પ્રકારના ATM કાર્ડ આપે છે. ATM કાર્ડની કેટેગરી અનુસાર તેની સાથે આવનાર વીમાની રકમ નક્કી કરવામાં આવે છે. ગ્રાહકોને ક્લાસિક કાર્ડ પર 01 લાખ, પ્લેટિનમ કાર્ડ પર 02 લાખ, નોર્મલ માસ્ટર કાર્ડ પર 50 હજાર, પ્લેટિનમ માસ્ટર કાર્ડ પર 05 લાખ અને વિઝા કાર્ડ પર રૂપિયા  દોઢ લાખથી 2 લાખ સુધીનું વીમ કવરેજ મળે છે. પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ, ગ્રાહકોને રૂપે કાર્ડ સાથે રૂપિયા એકથી બે લાખનો વીમો મળે છે.

કેવી રીતે ATM વીમાનો દાવો?
જો ATM કાર્ડ ધારકનો અકસ્માત થાય અને તેનો એક હાથ અથવા એક પગ કપાઈ જાય તો તેને 50 હજાર રૂપિયાનું વળતર મળે છે. તો બન્ને હાથ અથવા બન્ને પગ ગુમાવનાર વ્યક્તિને એક લાખ રૂપિયાનો વીમો મળે છે. મૃત્યુના કિસ્સામાં કાર્ડને આધારે કવરેજ રૂપિયા એક લાખથી 5 લાખ સુધીનું હોય છે.  ATM કાર્ડ સાથે ઉપલબ્ધ વીમાનો દાવો કરવા માટે, કાર્ડધારકના નોમિનીએ સંબંધિત બેંકમાં અરજી કરવાની હોય છે. બેંકમાં FIRની નકલ, હોસ્પિટલમાં સારવારનું પ્રમાણપત્ર વગેરે દસ્તાવેજો સબમિટ કરીને વીમાનો દાવો કરી શકાય છે. મૃત્યુના કિસ્સામાં, કાર્ડધારકના નોમિનીએ મૃત્યુનું પ્રમાણપત્ર, FIRની નકલ, આશ્રિતનું પ્રમાણપત્ર, મૃતકના પ્રમાણપત્રની અસલ નકલ વગેરે સબમિટ કરવાની રહે છે. આ સિવાય વધુ જાણકારી તમે તમારી બેંકમાં જઈને મેળવી શકો છો, બેંક અધિકારીઓ કોઈ પણ જાણકારી આપવા માટે બંધાયેલા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news